આ પુસ્તક તમામ સ્પર્ધાત્મક પરિક્ષાઓમાં ‘ગુજરાતની ભૂગોળ’ વિષય માટે ઉપયોગી છે. આ પુસ્તકમાં ગુજરાત સંબંધિત ભૌતિક, આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક ભૂગોળનું વિસ્તૃત વર્ણન કરવામાં આવેલ છે. કુલ 163 કોષ્ટક, 53 ચાર્ટ તથા 18 નકશા દ્વારા મહત્ત્વપૂર્ણ માહિતીની રજુઆત કરેલ છે. ગુજરાતનાં તમામ જિલ્લાઓની રસપ્રદ અને પરીક્ષાલક્ષી માહિતીનો સમાવેશ. દરેક પ્રકરણના અંતે સ્વ-મૂલ્યાંકન માટે અગાઉની પ્રાથમિક તથા મુખ્ય પરીક્ષાઓમાં પુછાયેલા પ્રશ્નોનો સમાવેશ. આ પુસ્તકમાં GCERT, NCERT અને યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડના પુસ્તકો તથા ભારત અને ગુજરાત સરકારની અધિકૃત વેબસાઈટના આધારે પ્રમાણભૂત માહિતી આપવામાં આવેલ છે. 11મી સંશોધિત આવૃત્તિમાં સમાવેશ કરેલ નવા પ્રકરણો/મુદ્દાઓ 1.ગુજરાતમાં પ્રવાસન 2.આપત્તિ વ્યવસ્થાપન 3.સ્ટેટ વર્લ્ડ પોપ્યુલેશન રિપોર્ટ – 2023 4.ગુજરાત સ્ટેટ એક્શન પ્લાન ઓન ક્લાઇમેટ ચેન્જ 5.ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ 6.દરેક પ્રકરણના અંતે GPSCની અગાઉની મુખ્ય પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નો 7.સંરક્ષણ સંબંધિત આંતરરાષ્ટ્રીય કરારો 8.વન્યજીવોના સંરક્ષણની પરિયોજનાઓ 9.સિંચાઈ યોજનાઓ 10.પ્રવાસન સંબંધિત યોજનાઓ 11.સંરક્ષિત ક્ષેત્રો અને વિસ્તારો 12.પ્રવાસન નીતિ 13.ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ 14.રાષ્ટ્રીય વસ્તી નીતિ
Shipping Worldwide
Offering Open Discount
Publishing Quality Work
Serving Mon to Sat